January 1, 0001 · One minute read

અમારા વિષે…

બાળકોનું સાહિત્ય બાળપણ જેવુ હોવું પડે ને?
આઝાદ, બેફિકરૂ, મનમોજી, રોમાંચક, કુતુહુલ જગાડનાર, અને અસિમ કલ્પનાઓથી ભરપૂર!
બાળકોની દુનિયાને પૂર્ણ ન્યાય તો શક્ય નથી પરંતુ આ માધ્યમ એક પ્રયાસ છે.

રોજ-બ-રોજ આપણી આજુબાજુ અસંખ્ય ઘટનાઓ ઘટે. આપણે અગણિત વસ્તુઓ જોઈએ,વાંચીએ. અઢળક વાતો વિચારીએ અને કલ્પીએ. કેવું રહે જો એ ઘટનાઓને, દ્રશ્યોને, વિચારોને અને કલ્પનાને વધારે નજીકથી જીવીએ, જોઈએ, મમળાવીએ અને ટપકાવીએ પણ?

આ પ્લેટફોર્મ ઘડાયું જેથી યાદો અને વાતો વણાતી જાય, દ્રશ્યો ચિતરતા જાય, વાર્તાઓ બનતી જાય અને બાળકોની દુનિયા સર્જાતી જાય!