January 1, 0001 · 2 minutes read

સામગ્રી સર્જન માટેની માર્ગદર્શિકા

લેખન

- બાળકોને ઉપદેશ આપવા કે તેઓને કઈક શિખડવવાના ઉદ્દેશથી દૂર રહીએ.
- સરળ અને સાહજિક ભાષા વાપરીએ.
- અંગત માન્યતાઓ, હેતુઓ, ઈરાદાઓને પ્રાધાન્ય આપી લખાણને બાળકો માટે મર્યાદિત ન બનાવીએ.
- ગુજરાતી ઉપરાંતનું બાળ સાહિત્ય વાંચીએ.
- બાળકોને ગંભીરતાથી અને લખાણને હળવાશથી લઈએ. - પોતાનું લખાણ વાંચી મજા આવી કે? એ તપાસીએ, જો જવાબ હા હશે તો વાંચનારને મજા આવવાની શક્યતાઓ વધી જશે.😊
- કલ્પના, વિજ્ઞાન, ભાષાની કરામત, ગણિતની સંકલ્પના, રમત, કુતુહલ, જિજ્ઞાસા, રમૂજ વગેરે હોય તેવી ફક્ત વાર્તા કે ગીત જ નહીં, કવિતા, જોડકણાં, પ્રસંગ, ટૂચકા, પ્રવાસ વર્ણન, આત્મકથાત્મક અંશ વગેરે પણ લખી શકાય.

ચિત્રો

- બાળકો અલગ અલગ રીતે Digital ચિત્રોના બહોળા સંપર્કમાં છે, આ માધ્યમ દ્વારા તેઓ હાથથી દોરેલા ચિત્રોના સંપર્કમાં આવે એ ઉદ્દેશને વળગી રહીએ.
- વિવિધ માધ્યમો જેવા કે રેખાચિત્ર / પેસ્ટલ / વોટર કલર વગેરેનો પરિચય થાય એ પ્રયત્ન કરીએ
- ચિત્રો કે શબ્દો એ અભિવ્યક્તિ છે, એમાં સારા અને ખરાબ હોવાના મૂલ્યાંકનમાં ન પડીએ.
- માત્ર લખાણને સમજાવવા માટે નહીં પણ લખાણને વધુ સમૃદ્ધ બનાવે તેવું ચિત્ર તૈયાર કરીએ.

નીતિ

- સાઇટના ઉદ્દેશો કે ધ્યેયમાં ફેરફાર કરવાનો અંતિમ નિર્ણય સંચાલકોનો રહેશે. આ ફેરફારના કારણો જાહેર કરવા માટે સંચાલક મંડળ જવાબદાર નથી.
- સાઈટના ધ્યેય, ઉદ્દેશ અને લેખન માર્ગદર્શિકા સાથે સુમેળમાં ના હોય તેવું સાહિત્ય પ્રકાશિત કરવામાં નહીં આવે.
- આ સાઇટ પરની સામગ્રી CC-BY-NC-ND